ભારતીય સીનીયર સીટીઝન ઓફ ડલાસએ ઉત્સાહ ભેર ઉજવેલ પીકનીક
“`નોર્થ ડલાસ – ટેક્સાસ સ્ટેટમા ઉત્સાહ અને જોશથી ઉભરતા સીનીયરના મંડળ ની પીકનીક જુન માસની 26 ને શનિવારે ખુબજ ખુશનુમા વાતાવરણ મા – Breckenridge Park, Richardson TX. મા સવાર ના 9 થી બપોરના 2 સુધી રાખવામાં આવેલ. આ પ્રસંગે 165 સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. ” Enjoy the greatest part of life as a senior without any obstacles ની વિચારો સાથે શરુ થયેલ આ નવું સિનિયર નું મંડળ એટલે ભારતીય સીનીયર સીટીઝન ઓફ ડલાસ. પિકનિક શરૂઆત ગરમા ગરમ મેથીના ગોટા, કઢી ને ચા સાથે શરુ કરવામાં આવેલ. આનંદ અને મોજ સાથે સંસ્થા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઇ પાનસુરીયા એ મેમ્બરના સ્વાગત સાથે મુખ્ય વકતા રોમાબેન પીઠડીયા નો પરીચય અને નવા મેમ્બર્સ ને આવકારવામાં આવેલ. , સાથે સંસ્થા વિશે ની બધીજ માહીતી આપવામાં આવેલ.
રોમાબેન આ સંસ્થા ના આજીવન સભાસદ ફાઇનાન્સ અને વિમા સાથે સંકળાયેલ ટેકસાસ ની નામાંકીત કંપનીના CEO રોમાબેન પીઠડીયા એ સીનીયર ના હેલ્થ insurance અને મેડીકેર & મેડીકેઇડ વિષે વિસ્તુત સમજણ આપેલ. સાથો સાથ બેનીફીટ ને લગતા અંગત પ્રશ્નોના જવાબો સંતોષ કારક આપેલ.ત્યાર બાદ બપોરનુ જમણ- ઇડલી સંભાર, મસાલા ઢોસા, મગની દાળનો શીરો, ઠંડી છાશ સાથે ખુબ આનંદથી માણેલ.
સ્વાદિષઠ ફુડ નુ મેનુ સંસ્થા ના લેડીઝ કારોબારીના સભ્યો શ્રી કુંદનબેન બાઢીવાલા, પૂર્ણિમા બેન શાહ અને ભારતી બેન પટેલ એ તૈયાર કરેલ.પીકનીક ને સફળ બનાવવા માટે શ્રી હીરાલાલ સુતરીયા, શાંતિભાઈ ગાબાણી, દેવરાજભાઈ પટેલ, ,આર ડી રામોલીયા, હસમુખ ભાઈ સાવલીયા, વિઠ્ઠલભાઈ બલર, વી કે લીંબાણી , પરીમલ સંપત અને પ્રમુખ શ્રી એ ખુબજ મહેનત ઉઠાવેલ.
37 મેમ્બર્સની જુન માસમા જેમની Birthday હતી તેમને રોમાબેન પીઠડીયા તરફથી ગીફ્ટ આપવામા આવેલ અને જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ.વધુમાં તેમને જણાવ્યું કે દર મહીને જે મેમ્બરનો જન્મ દિવસ આવશે તેમ ને અવનવી વસ્તુ ભેટરુપે આપવી તેવુ રોમાબેન પીઠડીયા એ તેમના તરફથી જાહેરાત કરેલ.
આ વિશાળ પાર્કમાં ચોપાટ અને અન્ય ગેમ રમવાની સૌ સભ્યોને બહુજ આનંદ આવેલ. ગ્રુપ ગપસપ સાથે વોટરમેલોનની સર્વ સિનિયર મેમ્બરે મઝા માણેલ.સંસ્થા ના સેક્રેટરી શ્રી વી. કે. લીંબાણીએ સીનીયર મેમ્બર અને આવેલા મહેમાનો નો આભાર વિધીસાથે પીકનીકનુ સમાપન કરેલ.
ભારતીય સિનિયર સીટીઝન ઓફ ડલાસ આ એક એવુ મંડળ છે કે જેમણે આગળના મહિનાઓમાં કોરોના મહામારી વખતે મેમ્બર્સને દર મહિને ગીફટ ઘેર ઘેર પહોંચતી કરીને પ્રોત્સાહિત કરેલ..માસ્ક અને સેનીટાઇઝર પેકેટ, સુકામેવાના પેકેટ, તાજા ફ્રુટ ના બાસ્કેટ , મીઠાઈના બોકસ અને સાથો સાથ દરેક નો ફોન પર સંપર્ક ને સાંત્વન અને સુવિચાર આપેલ . Zoom meeting કરીને અવારનવાર મનોરંજન કાર્યક્રમ ગોઠવીને મેમ્બર ના સંપર્કમા રહેલ.
ગુજરાતી સુગમ સંગીતની યાદ અપાવતો , 2021 નો પહેલો Live on ZOOM જનરલ મીટીંગ કાર્યક્રમ.
લોક ગીત, ભક્તિ ગીત, ભજન, સુગમ સંગીત, દેશભક્તિ અને ઝવેરચંદ મેઘાણી ની યાદ તાજા કરતો લોક ડાયરો. આપણી વચ્ચે લઈને આવે છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ વિનર અને ઇન્ટરનેશનલ ગુજરાતી લોકગાયક…..
શ્રી વિનોદભાઈ પટેલ.
24th January, 3 PM to 5 PM.
દરેક મેમ્બર અને તેમના ફેમિલી ને આ કાર્યક્રમમાં જોડાવા માટેની અપીલ કરીએ છીએ.
કાર્યક્રમ ( Meeting )મા જોડાવા માટે આ ZOOM ની લીંક ઉપર ક્લિક કરવાથી જોડાઈ શકશો.
કાર્યક્રમ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે કમિટીના કોઈપણ મેમ્બર ને ફોન કરી શકો છો.
સેક્રેટરી. વી. કે. લીંબાણી
નમસ્તે મેંબર્સ.
આશા છે કે દરેક મેંબર કોરોનાના આ સમય દરમિયાન પોત પોતાની તબિયત સાચવી રહ્યા હશે.
આવતી કાલ જુન ૨૧મીનો દિવસ ફાધર્સ ડે તરીકે અમેરીકા, કનેડા, ઇંડિયા વગેરે દેશોમા ઉજવાય છે. એ બાબત બે શબ્દો અત્રે લખું છું.
આપણે ઇંડીયન મોટા ભાગે એવું કહીને તહેવારનો આનંદ જતો કરીએ છીએ કે આપણે તો (ઇંડીયામાં) કાયમ માટે ફાધર્સ ડે અને મધર્સ ડે હોય છે. અહીં એક દિવસ જ એમને યાદ કરાએ છીએ. આ વાત નું કારણ એ છે કે તહેવાર પાછળનું કારણ આપણને ખબર નથી. છોકરાઓ કાર્ડથી કે ગીફ્ટથી હેપી ફાધર્સ ડે કરતા આપણી પાસે આવે અને આપણા તરફથી ઠંડો પ્રતીકાર મળે તો તેઓ અંદરથી આનંદ અનુભવી શકતા નથી. તેથી આ જમાના પ્રમાણે રહેવાથી કોઇ નુકશાન નથી.
ફાધર્સ ડે ઉજવવા પાછળનું કારણ છે. ૧૯૦૭માં માઇન અકસ્માતમાં ઘણા પુરુશો મોત પામેલા, એમાના ઘણા ફાધર પણ હતા.
તેમની સાદગીરીમાં ૧૯૦૮માં પહેલી વખત ફાધર્સ ડે ઉજવવામાં આવેલો. અમેરીકા પુરુષ પ્રધાન દેશ હોવાથી આ તહેવારને જાતે જ ઉભો કરેલો ગણી ખાસ પ્રતીસાદ મળેલો નહીં.
છેવટે પ્રેસીડંટ નિક્ષને ૧૯૭૨માં જુનના ત્રીજા રવિવારને ફાધર્સ ડે જાહેર કર્યો.
તો આવતી કાલના આ તહેવારનો આનંદ માણીએ.
Happy Father’s Day from all officers to all fathers in BSC Dallas.
વી. કે. લીંબાણી
સેક્રેટરી, બી. એસ. સી., ડાલસ
સે