ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલાસ દ્વારા નવરાત્રી રાસ-ગરબા સફળતાપૂર્વક યોજાયો.
ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલાસ દ્વારા 19 ઓક્ટોબરે નવરાત્રીના શુભ અવસરે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો. 400 થી વધુ સભ્યો, તેમનાં પરિવારજનો, મહેમાનો અને સમર્થકોની હાજરીમાં કાર્યક્રમ હર્ષોઉલ્લાસ સાથે ઉજવાયો.
પ્રારંભમાં મહેમાનોને પરંપરાગત નાસ્તો જેમ કે ફાફડા, જલેબી, પપૈયા સંભારો અને કઢી સાથે ચા ની મહેમાનવાજી કરવામાં આવી. ઓક્ટોબર મહિનામાં જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી.
વિશિષ્ટ દાનના કાર્યક્રમમાં ન્યુ યોર્ક લાઇફના શ્રી રાજેશ સંચાલાએ નિવૃત્તિ માટે નાણાકીય આયોજન પર માર્ગદર્શન આપ્યું. રાફલ ટિકિટનું વિતરણ અને પુરસ્કારો શ્રીમતી શીતલ બલર દ્વારા વિતરણ કરાયા.
Dj- સંગીત અને લાઇવ ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ હાજર તમામ મહેમાનો દ્વારા ભરપૂર આનંદ સાથે મણાય. સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સ્વાદિષ્ટ ભોજનમાં કૃષ્ણ ચાટ્સ ના પાણીપુરી, તથા ઇન્ડો-ચાઇનીઝ મંચુરિયન, નૂડલ્સ, રાઈસ અને ગુલાબ જાંબુનનો મહેમાનો દ્વારા મજા લેવામાં આવી.
માતાજીની સુંદર સજાવટ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવી હતી . ત્યારબાદ માતાજી ની આરતી કરવામાં આવી હતી્. આરતી પછી પ્રસાદ અને Delicious ice cream bar નું વીતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ડાંડીયા રાસ અને પરંપરાગત સનેડો સાથે તમામ મહેમાનોને ગરબાની રમઝટ માણવાનો અવસર મળ્યો હતો.
આ પ્રસંગે ફોટોગ્રાફરો દ્વારા યાદગાર ક્ષણોને કેદ કરવામાં આવી હતી.
કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના હોદ્દેદારોએ અને તમામ સ્વયંસેવકોએ સખત મહેનત કરી પ્રસંગ ને યાદગાર બનાવેલ.
ભારતીય સિનિયર સિટીઝન તેમના સભ્યો, તેમના પરિવારજનો, સ્વયંસેવકો અને આ યાદગાર પ્રસંગમાં યોગદાન આપનારા તમામ સમર્થકોનો અને વ્યવસાયિક મીત્રો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
સૌના જુસ્સા, પ્રતિબદ્ધતા અને ઉદારતાએ આ સાંજને ગુજરાતી સંસ્કૃતિ અને સમુદાયની ભાવનાની સાચી ઉજવણી કરી અને સૌએ સાથે મળીને, અનફર્ગેટેબલ રાત્રિ બનાવેલ. ભારતીય સિનિયર સિટીઝન ના સભ્યો ભવિષ્યમાં આવી ઘણી વધુ આનંદકારક ઘટનાઓની રાહ જોઈ રહ્યા છે!